ભાષાને શું વળગે ભૂર,  જે રણમાં જીતે તે શૂર
કહેનારા કવિ અખાને હવે જૂઓ રૂપેરી પરદે!

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ (એટલે કે ફાધર વૉલેસ જ્યાં ભણાવતા હતા તે કોલેજ)ના ગુર્જરવાણી સોસાયટી ટ્રસ્ટ દ્વારા રૂઢિભંજક કવિ અખાના જીવન અને કવન પર એક સરસ પ્રાયોગિક ટૂંકું દસ્તાવેજી ચિત્રપટ તૈયાર કરવામાં આવ્યું છે. આ આવકારદાયક પ્રયાસ દરેક પ્રકારે સંપૂર્ણ સફળતાને વરે એવી શુભેચ્છા