ટેકરી ઉપરનું મંદિર
દર્શન કરો અને પાવન થાઓ!

બાળકોને ભણવા-ગણવાની સાથે રમવાની ને બાળપણની મજા માણવાની છૂટ મળે તો તેવા સ્થળે ખુદ ભગવાનને પણ રમવા આવવાનું મન થાય. ગિજુભાઈ બધેકાએ ભાવનગર નજીક એક ટેકરી ઉપર આવું એક બાલમંદિર બનાવ્યું હતું જે દર્શન કરી પાવન થવા યોગ્ય છે.