લિખિતંગ ઉર્મિ

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ કાવ્ય પંક્તિ અમેરિકામાં વસતા ગુજરાતીઓએ બહુ સરસ રીતે અમલમાં મૂકી છે. ત્યાં સાહિત્યિક પ્રવૃત્તિમાં જે સમજુ, સુજ્ઞ, વિચારવંત, વિવેકી અને સજાગ પ્રેક્ષકો જોવા મળે છે તેવા પ્રેક્ષકો મુંબઈમાં શોધવા માટે ફાંફાં મારવા પડે છે. આ ગઝલ રજૂઆત જોતાં એવું લાગે છે કે હવે આપણે ‘દેશના માણસો’એ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા પાસેથી પ્રેરણા લેવી પડશે!