સુંદર ગઝલ સુંદર રજૂઆત

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના ગઝલ સંગ્રહ ’ગઝલ સંહિતા’ના અમદાવાદ ખાતે ૨૦૦૫ની સાલમાં યોજાયેલા વિમોચન સમારોહમાં તેમના પુત્ર શ્રી ધૈવત શુક્લના સ્વરમાં રાગ કલાવતીમાં શ્રી રાજેન્દ્રભાઈની વિખ્યાત ગઝલ ‘ઝાંઝ-પખવાજ’ રજૂ થઈ હતી તે પ્રસંગનો આ વિડિયો એક અમૂલ્ય સંભારણા તરીકે સાચવી રાખવા જેવો છે. શ્રી ધૈવતભાઈને સંગત તબલા પર શ્રી જાજ્વલ્ય શુક્લની અને હાર્મોનિયમ પર શ્રી અમર ભટ્ટની મળી હતી તથા દાદ સ્વયં શ્રી રાજેન્દ્રભાઈની મળી હતી.