ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી

એક વીસરાઈ ગયેલા મોતી જેવું આ સુંદર ગીત આંખો બંધ કરીને માણવા જેવું છે. ગીત વેણીભાઈ પુરોહિતનું લખેલું છે અને અજિત મરચંટે તેને સંગીતબદ્ધ કર્યું છે. પાછળથી લોકપ્રિય ગઝલ ગાયક બનેલા જગજિત સિંહે પોતાની કારકિર્દીના પ્રારંભકાળમાં બખૂબીથી ગીત પેશ કર્યું છે અને સુમન કલ્યાણપુરે એટલી જ કુશળતાથી સાથ આપ્યો છે. ૧૯૭૦ની ફિલ્મ ‘ધરતીના છોરું’નુ આ ગીત ક્યા રાગમાં ગવાયું છે તે તો કોઈ જાણકાર કહે ત્યારે જ ખબર પડે પણ તે કર્ણમધુર છે તેમાં કોઈ બેમત નથી.