દર્દ એક જ છે હૃદયમાં

૧૯૬૦માં રજૂ થયેલા ચિત્રપટ ‘મહેંદી રંગ લાગ્યો’ની સફળતામાં સૌથી મોટો ફાળો અવિનાશ વ્યાસના ગીત-સંગીતનો હતો. ગઝલ એટલે શું તેની સામાન્ય પ્રજાને ખાસ જાણ ન હતી ત્યારે તેમણે આ ફિલ્મ માટે ગઝલ લખી અને રજૂ કરી હતી.