સુરેશ દલાલનું માનીતું ગીત
તખ્તાની રાણીના અભિનય સાથે


બે દાયકાથી વધુ સમય સુધી વિવિધ સ્થળે તખ્તા પર ભજવાતા રહેલા દેશી નાટક સમાજના નાટક ‘વડીલોના વાંકે’ના આ ગીતનું ઘણું જ સરસ રસદર્શન સુરેશ દલાલે ઈ.સ. ૨૦૦૦માં લખેલા પોતાના એક લેખમાં કરાવ્યું છે. અત્રે જે વિડિયો અપાયો છે તે ‘સંભારણા’ નામના એક કાર્યક્રમનો છે જેમાં એ ગીતની પુનઃ રજૂઆત કરાઈ હતી. આ પુનઃ રજૂઆતમાં અભિનય સરિતા જોશીનો, સ્વર ઉષા મંગેશકરનો અને સંગીત નિયોજન સુરેશકુમારનું હતું અને આ કાર્યક્રમના સૂત્રધાર વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદી હતા.