ગરીબ ખત્તા ખાય ને ધનિકનું ધાર્યું સઘળું થાય!

૧૯૮૨ની ફિલ્મ ‘નસીબની બલિહારી’ના રમેશ પારેખના સાંવરિયાને જો આપણે યાદ રાખીએ તો એ જ ફિલ્મમાં જગતના અન્યાય સામે ગરીબનો પોકાર રજૂ કરતા આ નાટકીય-મનોરંજક ગીતને આપણે કેમ ભૂલી શકીએ? આ ગીત રજની શાસ્ત્રીનું લખેલું છે અને ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કર્યું છે. સ્મિતા પાટિલને પ્રીતિ સાગરનો અને નસિરુદ્દીન શાહને નિમેશ દેસાઈનો સ્વર મળ્યો છે.