હું ચંપાની કળી રૂપ સુવાસે ભરી
મૂળચંદ મોદીની નવલકથા ‘ફાગણના ફૂલ’ પર આધારિત ૧૯૭૦ના ચિત્રપટ ‘ધરતીના છોરું’નું આ ગીત ચંદ્રકાંત દેસાઈનું લખેલું છે અને અજિત મરચંટે તેને સંગીતબદ્ધ કર્યું છે. ગીતને સ્વર સુમન કલ્યાણપુરનો સાંપડ્યો છે અને નૃત્ય રજૂ કર્યું છે અભિનેત્રી અનુપમાએ. |