તારી ઢીંગલી સાથે મારો ઢીંગલો રમે

રાજકોટના ચંદ્રકાંત સાંગાણીના ચિત્રપટ ‘મારે જાવું પેલે પાર’નું ૧૯૬૭માં નિર્માણ થયું ત્યારે સંજીવકુમાર અને અરૂણા ઈરાની હજુ ઉગતા કલાકારો હતા અને છતાં ય બન્નેનો અભિનય સચોટ હતો. ૧૯૭૦ની સાલમાં ગુલશન નંદાની આ જ વાર્તા ઉપરથી હિન્દી ચિત્રપટ ‘ખિલૌના’ બન્યું જેમાં મનોરોગી નાયકની આ જ ભૂમિકા ફરી સંજીવકુમારે ભજવી. આ ચિત્રપટ સુપરહીટ જતાં સંજીવકુમારની કારકિર્દી હિન્દી ફિલ્મમાં જામી ગઈ.