મધુવનમાં ઝૂરતી બાલા જોગણનો વિલાપ

ઈ.સ. ૧૯૧૬માં રજૂ થયેલા ‘સુર્યાકુમારી’ નાટકનું આ ગીત વિસ્મૃતિના શાપે અહલ્યામાંથી શલ્યા બની ગયું હતું તે અત્રે વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીના પારસ સ્પર્શે ફરી આળસ મરડી બેઠું થયું છે. આ વિડિયો દૂરદર્શન પર રજૂ થયેલા એક કાર્યક્રમનો છે જેમાં એ ગીતની પુનઃ રજૂઆત કરાઈ હતી. આ પુનઃ રજૂઆતમાં અભિનય ફાલ્ગુની દવેનો, સ્વર હંસા દવેનો અને સંગીત નિયોજન સુરેશકુમારનું છે. આ ગીતના લેખક છે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ.