નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

સત્વશાળી કવિ, પ્રતિભાશાળી કવિ, લોકગીતોના કવિ, જીવન-માંગલ્યના કવિ. આવી અનેક ઉપમાઓ પણ જેમના માટે ઓછી પડે એવા આપણા કવિવર રાજેન્દ્ર શાહને આપણે આ ચિત્રપટમાં હરતા-ફરતા-બોલતા-ચાલતા આજે જોઈ શકીએ છીએ તે માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો ગણાય.