ખોટું બોલશો મા! નીતિ છોડશો મા!

દેશી નાટક સમાજના તખ્તા પર ૧૯૪૧માં રજૂ થયેલું ‘સંપત્તિ માટે’ નાટક ભારે લોકપ્રિયતા મેળવી ગયું હતું. તેમાં પણ આ ગીત તો નિશાળોમાં નાના બાળકોને ભણાવાતું હતું! અત્રે જે વિડિયો ક્લીપ છે તે શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીએ એ દૂરદર્શન માટે તૈયાર કરેલી એક ટી.વી. સિરીયલમાં તેની કરેલી પુનઃ રજૂઆતની છે.