મોસમ સલુણી, વર્ષાથી ભીની

ચિત્રપટઃ મારે જાવું પેલે પાર (૧૯૬૮)
સ્વરઃ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર, ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

એલ.વી. પ્રસાદ દક્ષિણ ભારતના સફળ નિર્માતા હતા. તેમણે ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ જોઈ ત્યારે તેને તે એટલી ગમી ગઈ તેણે તાબડતોબ આ ફિલ્મના હીરોને કરારબદ્ધ કરી એ જ વાર્તા પરથી ૧૯૭૦માં હિન્દી ફિલ્મ ‘ખિલૌના’ બનાવી કાઢી જે ટીકીટબારી પર ખૂબ સફળ થઈ હતી.