એ સાંભળજો સાદ દિકરીનો....

આવા હોંશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ગુજરાતના નાના નાના ગામોમાં ઠેર ઠેર છે પણ તેમની કદર કરનારા અને તેમને આગળ વધવાની તક આપનારા સાચા સામાજિક આગેવાનોની ભારે અછત છે. છે કોઈ માઈનો લાલ કે જે આ વિદ્યાર્થિનીને ઓળખી કાઢે, તેને વધુ અભ્યાસ માટે મદદરૂપ બને અને તેની ભાવિ કારકિર્દીના ઘડતર માટે સાચો રાહબર પુરવાર થાય?