ગિજુભાઈ બધેકાનું દીવાસ્વપ્ન

ગુજરાત રાજ્યની શિક્ષણનીતિની કોઈ પણ ચર્ચા કે સમીક્ષામાં ગિજુભાઈ બધેકાએ લખેલા ‘દીવાસ્વપ્ન’ પુસ્તકનો છેલ્લે ક્યારે ઉલ્લેખ થયો હતો તેની કોઈને ખબર છે? ના ભૈ ના. આ દસ્તાવેજી ચલચિત્ર જેવા રડ્યાખડ્યા સંસ્મરણો સિવાય ‘ભાર વિનાના ભણતર’ આ આખી વાત સમૂળગી જ ભૂલાઈ ગઈ છે.