[પાછળ] |
જીવને શ્વાસ તણી સગાઈજીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની વેળા થઈ અડશો ના અભડાશો તમે એમ લોક કરે ચતુરાઈ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ ઘરની નાર ઘડી ન વિસરે તે અંતે અળગી થઈ જાય ભોજો ભગત કહે કંથ વળાવી પંથ પોતાને હાલી જાય જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ -ભોજો ભગત |
[પાછળ] [ટોચ] |