[પાછળ]

કોણ આ અગનબંધ બાંધે

મને ઘર બાંધે મને વર બાંધે મને મૈયરની મધુવેલ બાંધે ઓ રે સૈયરની સંગસેલ બાંધે હાથે કંકણ કંઠે નવસર ચરણે ઓ ઝાંઝર બાંધે કમ્મરે કાંધે સાંધે સાંધે આંખે બાંધે પાંખે બાંધે અકલવિકલ અંતરને ઓ સ્વર બાંધે વિસ્વર બાંધે ઉપર નીચે કસકસી ઓ પંડના બાંધે પારકાં બાંધે અહીંતહીં ઓ ચસચસી સહુ કોરથી બાંધે શૂલથી વીંધી ફૂલથી બાંધે ફૂલથી વીંધી શૂલથી સાંધે કેમ રે સાંધે કોણ ઓ અગનબંધ આ બાંધે - સુંદરજી બેટાઈ

[પાછળ]     [ટોચ]