[પાછળ]

એક મલયાલી કવિતાનો અંગ્રેજી અનુવાદ અને અંગ્રેજી પરથી તેનો ગુજરાતી અનુવાદ

GANDHI AND POETRY
One day a lean poem reached Gandhi’s ashram to have a glimpse of the man. Gandhi spinning away his thread towards Ram took no notice of the poem waiting at his door ashamed as he was no bhajan. The poem cleared his throat and Gandhi looked at him sideways through those glasses that had seen Hell. ‘Have you ever spun thread?’, he asked, ‘Ever pulled a scavenger’s cart? Ever stood the smoke of an early morning kitchen? Have you ever starved?’ The poem said: ‘I was born in the woods, in a hunter’s mouth. A fisherman brought me up in his hamlet. Yet, I know no work, I only sing. First I sang in the courts: then I was plump and handsome; but am on the streets now, half-starved.’ ‘That’s better,’Gandhi said with a sly smile, ‘but you must give up this habit of speaking in Sanskrit at times. Go to the fields, listen to the peasants’ speech.’ The poem turned into a grain and lay waiting in the fields for the tiller to come and upturn the virgin soil moist with the new rain. (Translated from the Malayalam by the poet )
K. Satchidanandan
ગાંધી અને કવિતા
એક દી એક કૃશ કાવ્ય પહોંચ્યું ગાંધી આશ્રમે નજરે એમને નિહાળવા. બાપુ તો કાંતી રહ્યાં'તાં દોરો પોતાનો રામ ભણી લંબાવતાં ક્યાંથી દેખાય એને કાવ્ય ઊભું જે બારણે વાટ જોતું ને નથી પોતે ભજન એ ખ્યાલે ઝંખવાતું. ખોંખારો ખાધો કાવ્યે ને જોયું બાપુએ આડી નજરે એ ચશ્માના કાચમાંથી જેણે નરક પણ જોયું હતું. ‘કાંત્યું છે કદી તેં?’, પૂછ્યું બાપુએ ‘ક્યારે મેલાં ઉપાડ્યાં છે માથે?’ ‘ક્યારે ય ધુમાડો ખાધો છે વહેલી પરોઢના ચુલાનો?’ ‘ભૂખમરો વેઠ્યો છે કદી?’ કાવ્ય કહે : ‘મારો જન્મ તો થયો'તો જંગલમાં, કોઈ શિકારીના મુખમાં ને ઉછેર માછીમારને ઝૂંપડે. છતાં મને કોઈ કામ ન આવડે, હું તો બસ ગાઉં પહેલા મેં ગાયું રાજદરબારોમાં ને ત્યારે હતું હું મદમસ્ત, સૌંદર્યપૂંજ પણ હવે રઝડું છું શેરીઓમાં અડધું ભૂખે ચોડવાતું.’ ‘સારું છે’ કહ્યું બાપુએ વંકા સ્મિત સાથે, ‘પણ મૂકી દેવી પડશે આ ટેવ ઘડી ઘડી અઘરું બોલવાની. જઈને ખેતરમાં સાંભળ કોસ હાંકનારા બોલે છે શું.’ અને કાવ્ય થઈ ગ્યું ધાનનો દાણો ખેતરમાં રાહ જોતો કે ક્યારે ખેડુ આવે ને તાજે છાંટણે ભીંજાયેલી કોરી ધરતીને ખેડે. (સચ્ચિદાનંદનની અંગ્રેજી કવિતાનું ગુજરાતી રૂપાંતર)
અનુવાદઃ માવજીભાઈ
[પાછળ]     [ટોચ]