[મુખ્યપૃષ્ઠ]     [પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧3ના ફેરફાર

તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૩ :

‘દાદીની પ્રસાદી’ બાદ ઉક્તિભંડાર વિભાગને પણ સાધારણ સુધારા સાથે HTMLના બદલે PDF ફાઈલના સ્વરૂપમાં ફેરવી મૂકવામાં આવ્યો છે જેથી તે PDF ફાઈલને સહેલાઈથી save કરી શકાશે અને જો કોઈ મિત્રને ઈ-મેલ વડે મોકલાવવી હોય તો મોકલાવી શકાશે.



તા. ૨૩ ડિસેમ્બર, ૨૦૧૩ :

વ્યાકરણ પરિચય વિભાગમાં વ્યાકરણના વિવિધ અંગની પ્રાથમિક માહિતી ક્રમશઃ અપાઈ રહી છે. પહેલા પ્રકરણમાં અક્ષર વિશે માહિતી અપાઈ હતી. આ માહિતીમાં કેટલાંક શાબ્દિક ફેરફાર અને સુધારા વધારા કરવામાં આવ્યા છે. તે સાથે ‘શબ્દને સમજો’ નામનું બીજું પ્રકરણ પણ ઉમેરવામાં આવ્યું છે.

આ પાઠ્યપુસ્તક નથી અને નિશાળોમાં ભણાવાતા વ્યાકરણ કરતાં તે અલગ છે એટલે વિદ્યાર્થીઓ અને શાસ્ત્રમાન્ય માહિતીની અપેક્ષા રાખનારાઓ માટે આ માહિતી કામની નથી.



તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૩ :

દાદીની પ્રસાદી બે ભાગમાં વહેંચાયેલી હતી. તેમાં સાધારણ સુધારા કરવામાં આવ્યા છે અને તે બન્નેને હવે એક કરી તેને HTMLના બદલે PDF ફાઈલના સ્વરૂપમાં ફેરવી મૂકવામાં આવી છે જેથી તે ફાઈલને સહેલાઈથી save કરી શકાશે અને જો કોઈ મિત્રને ઈ-મેલ વડે મોકલાવવી હોય તો મોકલાવી શકાશે.



તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૧૩ :

વ્યાકરણ પરિચય નામનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ક્રમશઃ ગુજરાતી વ્યાકરણના વિવિધ અંગની પ્રાથમિક માહિતી આપવામાં આવશે. પહેલા પ્રકરણ તરીકે અક્ષર વિશે માહિતી અપાઈ છે. આ પાઠ્યપુસ્તક નથી અને નિશાળોમાં ભણાવાતા વ્યાકરણ કરતાં તે અલગ છે એટલે વિદ્યાર્થીઓ અને શાસ્ત્રમાન્ય માહિતીની અપેક્ષા રાખનારાઓ માટે આ મહિતી કામની નથી.



તા. ૫ ડિસેમ્બર, ૨૦૧૩ :

ઉક્તિભંડાર વિભાગમાં ઘણી વધુ ઉક્તિ અને રૂઢિપ્રયોગનો ઉમેરો કરી આ ભંડારને વધુ મોટો કરવામાં આવ્યો છે અને કેટલીક ભૂલ સુધારી લેવામાં આવી છે.



તા. ૩ ડિસેમ્બર, ૨૦૧૩ :

૧૯૪૪માં શરૂ થયેલી આઈ.એન.ટી. નસીબદાર સંસ્થા હતી કે તેને દામુ ઝવેરી જેવા સમર્પિત મહામંત્રીની સેવા સંસ્થાની સ્થાપનાથી છેક ૨૦૦૨ સુધી મળી.

આ સંસ્થાએ ગુજરાતી તખ્તાને જે સુંદર, સફળ અને યાદગાર નાટકો આપ્યા તેમાં જેસલ-તોરલ, લગ્નની બેડી, રંગીલો રાજા, માઝમ રાત, કદમ મિલાકે ચલો, ધુમ્મસ, મોગરાના સાપ, ભારેલો અગ્નિ, મંજુ મંજુ, ચંદરવો, ખેલંદો, ચીલઝડપ, કોઈનો લાડકવાયો, સપ્તપદી, કુમારની અગાશી, તિલોત્તમા, વૈશાખી કોયલ, થેન્ક યૂ મિ. ગ્લાડ, માણસ નામે કારાગાર, કુમાર અસંભવમ્, સંતુ રંગીલી, મોસમ છલકે, છકો-મકો, મોતી વેરાણા ચોકમાં વગેરેનો સમાવેશ થાય છે. રંગીલો રાજા નવી રંગભૂમિનું જેના ૧૦૦થી વધુ શૉ ભજવાયા હોય એવું પ્રથમ નાટક હતું.

આઈ.એન.ટી.નું ૧૯૭૩માં રજૂ થયેલું નાટક સંતુ રંગીલી એક યાદ રાખવા જેવું નાટક હતું. આ નાટકનું એક ઓડિયો રેકોર્ડિંગ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદના સ્થાપક લલિતભાઈ શાહના ખજાનામાં સચવાયેલું મળી આવ્યું છે, આ રેકોર્ડિંગને પિગ્મેલિયન, માય ફેર લેડી તથા સંતુ રંગીલી વિશે ઘણી આનુષાંગિક માહિતી સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.



તા. ૪ નવેમ્બર, ૨૦૧૩ :

કલાપીની સૌથી વધુ લોકપ્રિય બનેલી કવિતા ‘ગ્રામ્ય માતા’ કાવ્ય રત્નમાળા વિભાગ-૧માં ૩ જા ક્રમાંક પર છે. આ કવિતામાં હવે ઓડિયો લિન્ક પણ ઉમેરવામાં આવી છે જેથી તે સાંભળીને પણ માણી શકાશે. નિગમ ઉપાધ્યાય, પ્રીતિ ગજ્જર અને મનસૂર વાલેરાના સ્વરમાં અને ડૉ. ભરત પટેલના સંગીત નિર્દેશનમાં આ કવિતાની ઘણી જ સરસ રીતે રજૂઆત થઈ છે. કલાનિકેતન, રાજકોટ દ્વારા તા. ૦૯-૦૪-૨૦૦૫ના રોજ રજૂ થયેલ ‘સૂરમધુ કલાપી’ નામના સંગીત રૂપકનું આ રેકોર્ડિંગ અમદાવાદના ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન પાસેથી પ્રાપ્ત થયું છે.

આ ઉપરાંત ઉક્તિભંડાર વિભાગમાં ૩૫૦થી વધુ ઉક્તિ અને રૂઢિપ્રયોગનો ઉમેરો કરી આ ભંડારને વધુ મોટો કરવામાં આવ્યો છે.



તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૨૬.    ખુશીનો દિવસ છે ખુશીના છે આંસુ
          સ્વરઃ અલકા યાજ્ઞિક

૪૨૭.    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
          સ્વરઃ હંસા દવે

૪૨૮.    સુખની આખી અનુક્રમણિકા અંદર દુઃખના પ્રકરણ
          સ્વરઃ અનંત વ્યાસ

૪૨૯.    ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારું
          સ્વરઃ (૧) આરતી મુનશી (૨) સરોજ ગુંદાણી

૪૩૦.    સૈયર વનરા તે વનમાં વેણું વાગી
          સ્વરઃ (૧) આરતી મુનશી (૨) સરોજ ગુંદાણી
તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૨૬.    ચાહીશ હું, ચાહીશ હું, ચાહીશ હું તો સર્વથા
          રચનાઃ ચંદ્રશંકર ન. પંડ્યા

૪૨૭.    માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
          રચનાઃ કૃષ્ણલાલ શ્રીધરાણી

૪૨૮.    અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!
          રચનાઃ શૂન્ય પાલનપુરી

૪૨૯.    અમે ભીંત ફાડીને ઊગી જવાના
          રચનાઃ હર્ષ બ્રહ્મભટ્ટ
 
૪૩૦.    હિરણ હલકાળી નદી રૂપાળી નખરાળી
          રચનાઃ કવિ દાદ

આ ઉપરાંત કાવ્ય રત્નમાળા વિભાગ-૧માં નીચે પ્રમાણેની
કુલ ૫ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

૩૭.     રંગ રંગ વાદળિયાં
          રચનાઃ સુંદરમ્

૧૦૪.    જ્યારે આ આયખું ખૂટે
          રચનાઃ રામનારાયણ વિ. પાઠક

૧૦૭.    યા હોમ કરીને પડો
          રચનાઃ નર્મદ
	
૧૧૦.    ઠાલાં દીધા છે મારાં બારણાં
          રચનાઃ રમેશ પારેખ અને અનિલ જોશી

૧૧૨.    કે અમને રણઝણ મીણા ચડ્યા
          રચનાઃ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

ભક્તિગીત વિભાગમાં ક્રમાંક ૧ પર નરસિંહ મહેતાના જે ૧૧ ગીત છે તેમાંના એક ગીત ‘અમો એવા રે એવા’માં પણ ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે એટલે આ તમામ ૧૧ ગીત હવે વાંચી પણ શકાશે અને સાંભળી પણ શકાશે.



તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૨૧.    વાત બહાર જાય નહિ
          સ્વરઃ ગીતા રોય

૪૨૨.    ચાંદા ચાંદા પોળી ઘીમાં ઝબોળી
          સ્વરઃ અલકા યાજ્ઞિક અને ફાલ્ગુની 

૪૨૩.    વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ
          સ્વરઃ નયના ભટ્ટ
 
૪૨૪.    તારું તે નામ લઈ હૈયું આ રાતદિન
          સ્વરઃ તૃપ્તિ છાયા
 
૪૨૫.    ગમે તે થાય પણ અશ્રુ વહનને રોકવું પડશે
          સ્વરઃ મનહર ઉધાસ 
તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૨૧.    મને એ સમજાતું નથી કે 
          રચના: કરસનદાસ માણેક
 
૪૨૨.    અમને કોની રે સગાયું આજ સાંભરે 
          રચના: દલપત પઢિયાર
 
૪૨૩.    આ ગામડાં કે કલ્પનાના માળખાં? 
          રચના: હસિત બૂચ
 
૪૨૪.    ધૂમકેતુનો પડકાર 
          રચના: રમણલાલ વસંતલાલ દેસાઈ
 
૪૨૫.    ફૂલનો પવન લોચન મારે વાયો 
          રચના: પ્રિયકાંત મણિયાર

આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.



તા. ૫ ઓક્ટોબર, ૨૦૧૩ :

ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૧.     શાંતિ પમાડે તેને સંત કહીએ 
          રચના: બાપુસાહેબ ગાયકવાડ
 
૩૨.     ઈશ્વર છે પ્રેમસ્વરૂપ 
          રચના: દેવળની પ્રાર્થના
 
૩૩.     તું મને ભગવાન એક વરદાન આપી દે 
          રચના: પારંપારિક
 
૩૪.     જય સ્વામીનારાયણ 
          રચના: વસંતકુમાર પટેલ
 
૩૫.     માનવ નડે છે માનવીને મોટો થયા પછી 
          રચના: આપાભાઈ ગઢવી કવિ ‘આપ’

આ ઉપરાંત આદ્યકવિ નરસિંહ મહેતાનાં ૧૧ ભક્તિગીતોમાંથી ક્રમાંક ૬ની રચના ‘ધ્યાન ધર હરિ તણું’ અને ક્રમાંક ૭ની રચના ‘જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ’માં કોઈ ઓડિયો ક્લીપ ન હતી તે હવે ઉમેરવામાં આવી છે. આ સાથે મીરાબાઈનાં ૭ ભક્તિગીતોમાંથી ક્રમાંક ૩ની રચના ‘રામ રમકડું જડિયું’ અને ક્રમાંક ૬ની રચના ‘મુજ અબળાને મોટી મીરાત’માં ઓડિયો ક્લીપ ન હતી તે હવે ઉમેરવામાં આવી છે.

આ ઉપરાંત કાવ્ય રત્નમાળા વિભાગમાં ક્રમાંક ૬૨ની કવિતા ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’માં એક ઓડિયો લિન્ક હતી જેમાં ગ્રામોફોન રેકોર્ડનું MP3 વર્ઝન આપવામાં આવ્યું હતું. હવે આ કવિતાની આકાશવાણી પરથી થયેલી રજૂઆતને પણ તેમાં ઉમેરવામાં આવી છે.



તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ :

બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૫૬.          અંધેરી નગરી ગંડુ રાજા
  
૫૭.          દુર્જન કાગડો  

૫૮.          લોભિયા ભાઈ લટકી ગયા!  

૫૯.          વાઘ આવ્યો રે વાઘ આવ્યો  

૬૦.          વહુથી ના પડાય જ કેમ!
તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૧૬.    સૂરજની આંખમાં આંસુ ઊગ્યું
          સ્વરઃ કમલ બારોટ
 
૪૧૭.    દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને
          સ્વરઃ હંસા દવે
 
૪૧૮.    સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
          સ્વરઃ સુધા મલ્હોત્રા

૪૧૯.    પાછું વળીને જેણે ન જોઈ જાનકીને
          સ્વરઃ ભૂપિન્દર 

૪૨૦.    ચંપલના ચાર આના બૂટના પૈસા ચાલીસ
          સ્વરઃ આશા ભોસલે, ઘનશ્યામ નાયક અને રસિક પાઠક
તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૧૬.    કોકે તો કરવું પડશે ભાઈ!
          રચનાઃ ઉશનસ

૪૧૭.    ગુરુ ને ગોરખની હરીફાઈ 
          રચના: પ્રભુદાસ ભીખાભાઈ પટેલ
 
૪૧૮.    હું પુરુષોત્તમ પોપટ શ્રીહરિ 
          રચના: ધ્રુવ ભટ્ટ
 
૪૧૯.    પિટર, કૈયાફસ-હેરોડ અને બીજા 
          રચના: હરિશ્ચંદ્ર ભટ્ટ
 
૪૨૦.    કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે 
          રચના: ઉદ્દયન ઠક્કર

આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૧૧.    મેળે જાતાં ભેળો થયો છોગાળો છેલ
          સ્વરઃ કમલ બારોટ
 
૪૧૨.    કુમકુમ પગલે જા
          સ્વરઃ મન્ના ડે
 
૪૧૩.    આ માણસ બરાબર નથી
          સ્વરઃ શ્યામલ અને સૌમિલ મુનશી 

૪૧૪.    મુંને મારગ દે ભૂમિમૈયા!
          સ્વરઃ રાજુલ મહેતા 

૪૧૫.    ...તો કેટલો લંબાય છે રસ્તો
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૧ જૂલાઈ, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૧૧.    જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે 
          રચના: નવલરામ લક્ષ્મીરામ
 
૪૧૨.    અગ્નિકાવ્ય (સુરતમાં લાગેલી મોટી આગનું વર્ણન)
          રચના: ભગુભાઈ રામશંકર જાની
 
૪૧3.    વાહ અમલદારી! 
          રચના: પટેલ જોઈતારામ ભગવાનદાસ કઠલાલકર
 
૪૧૪.    બીજું એકે ખમીસ ના 
          રચના: પ્રહ્‌લાદ પારેખ
 
૪૧૫.    રાતી રાતી પારેવાંની આંખડી 
          રચના: વેણીભાઈ પુરોહિત

આ ઉપરાંત ‘બાળગીત’ વિભાગમાં ક્રમાંક ૬૦ના ગીત ‘મજાની ખિસકોલી’ તથા ક્રમાંક ૬૩ના ગીત ‘ચોકમાં દાણા નાખ્યા છે’માં ઓડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે એટલે તે સાંભળી પણ શકાશે.



તા. ૬ જૂલાઈ, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૦૬.    ફરતાં ફરતાં એક નિર્જન વનમાં
          સ્વરઃ મન્ના ડે
 
૪૦૭.    સપનામાં આવી મને કેમ તું સતાવે
          સ્વરઃ અલકા યાજ્ઞિક
 
૪૦૮.    ભૂલાતી નથી એ સુખી જિંદગીને
          સ્વરઃ નારાયણસ્વામી
 
૪૦૯.    જીવન મળ્યું જીવનની પછી વેદના મળી
          સ્વરઃ કૌમુદી મુનશી
 
૪૧૦.    પૂછો ના અમને પ્યારમાં
          સ્વરઃ કમલ બારોટ
તા. ૨૯ જૂન, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૦૬.    બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો 
          રચના: શ્રીમદ્ રાજચંદ્ર
 
૪૦૭.    વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી 
          રચના: ઉમાશંકર જોશી
 
૪૦૮.    આ ભોગાવો !?! 
          રચના: વિનોદ અધ્વર્યુ
 
૪૦૯.    સત્યનું કાવ્ય છો બાપુ! કાવ્યનું સત્ય છો તમે! 
          રચના: કરસનદાસ માણેક
 
૪૧૦.    કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ 
          રચના: મીનપિયાસી
 
તા. ૨૩ જૂન, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૦૧.    હું રંગોળી બની બેઠી'તી
          સ્વરઃ આશા ભોસલે અને કિશોરકુમાર 

૪૦૨.    બીજાં બધાં વનવગડાનાં વા
          સ્વરઃ મિતાલી સિંઘ 

૪૦૩.    વગડાની વચ્ચે વાવડી
          સ્વરઃ સુલોચના વ્યાસ 

૪૦૪.    હે મુને એકલી મેલીને રમે તું રાસ!
          સ્વરઃ આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જર

૪૦૫.    સમય વીતી ચૂકેલો છું
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૬ જૂન, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૦૧.    પાઓ પ્રેમરસ પ્રાણજીવન
          રચના: દયારામ
 
૪૦૨.    હાં રે હરિ વસે હરિનાં જનમાં
          રચના: મીરાંબાઈ
 
૪૦૩.    દેવહુમા તણી કથા 
          રચના: ગજેન્દ્ર બુચ
 
૪૦૪.    દિવંગત ગુરુદેવ ટાગોરને 
          રચના: પ્રહ્‌લાદ પારેખ
 
૪૦૫.    દિશાહીન શ્રદ્ધા ડૂબે છે 
          રચના: જમિયત પંડ્યા ‘જિગર’
તા. ૧૨ જૂન, ૨૦૧૩ :

લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૭૬.       નણદલ માગે લહેરિયું રે બાઈ!
 
૭૭.       ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?
 
૭૮.       મને એક વાર જેતપર લઈ જા રે!
 
૭૯.       ઝૂલણ લ્યો વણઝારી
 
૮૦.       સોનલ ગરાસણી
તા. ૬ જૂન, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૯૬.    કેવાં કેવાં ઘાટ કર્યાં
          સ્વરઃ દમયંતી બારડાઈ અને નિરંજન પંડ્યા 

૩૯૭.    દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે?
          સ્વરઃ મહેન્દ્ર કપૂર 

૩૯૮.    એક મારું બેડલું ખાલીખમ
          સ્વરઃ નીના મહેતા 

૩૯૯.    વાત નહિ જાણે મારા મનની પિયા
          સ્વરઃ કૌમુદી મુનશી

૪૦૦.    ખરાં છો તમે!
          સ્વરઃ પંકજ ઉધાસ
તા. ૧ જૂન, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૯૬.    સંતો અમે રે વહેવારિયા રામ નામના
          રચના: નરસિંહ મહેતા
 
૩૯૭.    આ તો ભાઈ ઠીબનાં પાણી!
          રચના: હરિકૃષ્ણ પાઠક
 
૩૯૮.    રે હિન્દ, આથી વધુ ભાગ્યવિહિન ક્યારે?
          રચના: રાજેન્દ્ર શાહ
 
૩૯૯.    Jeans 101 એક ઇતિહાસિક કવિતા
          રચના: ચંદ્રકાન્ત શાહ
 
૪૦૦.    પંખીઓએ કલશોર કર્યો ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો
          રચના: નિનુ મઝુમદાર

આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.



તા. ૨૩ મે, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૯૧.     આતમ ચઢવાં ઊંચા ચઢાણ
          સ્વરઃ સુમન કલ્યાણપુર 

૩૯૨.    હરિ મારે હાથે છે દોરો અને ચામ
          સ્વરઃ મુગટલાલ જોશી 

૩૯૩.    મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં
          સ્વરઃ ભૂપિન્દર 

૩૯૪.    તમે આવો કે ન આવો
          સ્વરઃ શિલ્પા પૈ

૩૯૫.    બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૯ મે, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૯૧.    વસ્તુને શું જાણે વ્યાકરણી?
          રચના: દયારામ
 
૩૯૨.    નમું નમું હો બાળસ્વરૂપ
          રચના: ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
 
૩૯૩.    વૃક્ષારોપણ
          રચના: સ્નેહરશ્મિ
 
૩૯૪.    ભીંત મૂંગી રહી
          રચના: મનોજ ખંડેરિયા
 
૩૯૫.    લેખ વિધિએ લખ્યાં મને પૂછ્યા વગર
          રચના: ‘શૂન્ય’ પાલનપુરી
તા. ૧૪ મે, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૮૬.     હે ઈતો કીયા રે હો ગામનો ગોરો
          સ્વરઃ સુમન કલ્યાણપુર 

૩૮૭.    ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી
          સ્વરઃ ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર 

૩૮૮.    આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે
          સ્વરઃ શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે 

૩૮૯.    વહાલી તને આજ પૂછવું છે
          સ્વરઃ મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર
          પ્રેમીને પ્રેમી કોઈ પૂછે
          સ્વરઃ વત્સલા અને ભોગીલાલ 

૩૯૦.    રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી
          સ્વરઃ પંકજ ઉધાસ
તા. ૭ મે, ૨૦૧૩ :

લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૭૧.          હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું
 
૭૨.          હો!  વાલીડા નેણાંના બાણ મારીયા
 
૭૩.          દેર મારી અંગૂઠડીનો ચોર
 
૭૪.          ઉત્તર જાજો, દખ્ખણ જાજો
 
૭૫.          હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે

આ ઉપરાંત આ વિભાગમાં નીચે પ્રમાણેના બે લોકગીતમાં શબ્દો ઉપરાંત ઓડિયો લિન્ક પણ ઉમેરવામાં આવી છે એટલે તે સાંભળી પણ શકાશે.

 ૪.       વેરણ ચાકરી
          (પ્રફુલ્લ દવેના સ્વરમાં)

૨૭.      ધન ધન છે ગોકુળિયું ગામ
          (ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવેના સ્વરમાં)


તા. ૨૯ એપ્રિલ, ૨૦૧૩ :

બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૫૨.          બકરું કે કૂતરું?
 
૫૩.          ઠાકોર અને રંગલો
 
૫૪.          હાથી અને દરજી
 
૫૫.          વગર વિચાર્યું કામ કદી કરવું નહિ
 
તા. ૨૩ એપ્રિલ, ૨૦૧૩ :

બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૪૭.          બે સમજુ બકરી
 
૪૮.          ડોસો અને દીકરો
 
૪૯.          દયાળુ સિદ્ધાર્થ
 
૫૦.          ના, હું તો ગાઈશ
 
૫૧.          નીલરંગી શિયાળ
તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૩ :

કહેવત ભંડારને હવે ઉક્તિ ભંડારનું નામ આપવામાં આવ્યું છે. આ વિભાગમાં ભારે સુધારા વધારા કરવામાં આવ્યા છે અને તેમાં કુલ ઉક્તિ અને વિશિષ્ઠ શબ્દોની સંખ્યા હવે સાડા ત્રણ હજારની સપાટી વટાવી ગઈ છેઃ


તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૩ :

કહેવત ભંડારમાં એકી સાથે ૩૦૦થી વધુ કહેવત તથા રૂઢિ પ્રયોગ અને તળપદા શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છેઃ


તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૮૬.    કવિતા આ ડૂબશે? કે કોઈ સુધી પૂગશે?
          રચના: મનોજ ખંડેરિયા
 
૩૮૭.    એક વાર ઊભાં રો' રંગ વાદળી
          રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૮૮.    ભાઈ!  મોસમ આવી મહેનતની
          રચના: નાથાલાલ દવે
 
૩૮૯.    કોણ આજે રહે બંધ બારણે?
          રચના: પ્રહ્‌લાદ પારેખ
 
૩૯૦.    ગની દહીંવાળાની પાંચ સુંદર રચનાઓ
          રચના: ગની દહીંવાળા
તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૮૧.    ચઢ્યાં અણમોલ કિશ્તી પર
          સ્વરઃ તલત મહેમુદ 

૩૮૨.    ચાલ, વરસાદની મોસમ છે!
          સ્વરઃ ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકીયા 

૩૮૩.    ઓ રાત દોડે કાં બાવરી?
          સ્વરઃ લતા મંગેશકર 

૩૮૪.    એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી
          સ્વરઃ મહમદ રફી અને સુમન કલ્યાણપુર 

૩૮૫.    એક સવાલે સાજન હારી ગયો
          સ્વરઃ રાજુલ મહેતા
તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૩ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી બધી નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

આ ઉપરાંત કાવ્ય રત્નમાળા વિભાગ-૧માં નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છેઃ

૭.       જનનીની જોડ સખી નહી મળે રે લોલ
          જૂની ઓડિયોના સ્થાને નવો ઓડિયો મૂકાયો છે.
 
૧૨.      ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
          ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.
 
૧૩.      ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
          ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.
 
૩૬.      એકલો જાને રે
          ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.

૧૩૮.    એક જ કવિતા બે વખત અપાઈ ગઈ હોવાથી
          એક કવિતાના સ્થાને લોકપ્રિય કૂચગીત
          ‘ઝંડા ઊંચા રહે હમારા’ મૂકવામાં આવ્યું છે.
તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૮૧.    હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
          રચના: ભગવતીકુમાર શર્મા
 
૩૮૨.    મરે કોઈ ને કોઈને છે ઉજાણી
          રચના: કરસનદાસ માણેક
 
૩૮૩.    મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
          રચના: દયારામ
 
૩૮૪.    સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
          રચના: રતિલાલ ‘અનિલ’
 
૩૮૫.    नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम् !
          રચના: ઉમાશંકર જોશી

આ ઉપરાંત નીચેની ત્રણ કવિતામાં ઓડિયો લિન્ક પણ
ઉમેરવામાં આવી છેઃ

૨૦૩.    ફરક ફરક તું મુક્ત હવામાં
          રચના: સ્નેહરશ્મિ

૨૭૮.    જ્યાં જ્યાં નજર મારી ઠરે
          રચનાઃ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’

૨૯૩.    એ જી ફાગણ આવ્યો ફાંકડો
          રચનાઃ રાજેન્દ્ર શાહ
તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૧૩ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૭૬.    નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે
          સ્વરઃ લતા મંગેશકર અને મહમદ રફી 

૩૭૭.    વેરણ વાંસળી વાગી
          સ્વરઃ વાણી જયરામ 

૩૭૮.    મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી
          સ્વરઃ શાંતિલાલ બી. શાહ 

૩૭૯.    ખુદા છે તો એને સ્મરી જોઈએ
          સ્વરઃ સુધીર ઠાકર 

૩૮૦.    સહેજ હસી લ્યો હોઠ
          સ્વરઃ દિલીપ ધોળકીયા
તા. ૩ જાન્યુઆરી, ૨૦૧૩ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૭૬.    મંદિર તારું વિશ્વ રૂપાળું
          રચના: જયંતીલાલ આચાર્ય
 
૩૭૭.    ફૂલ વીણ, સખે!  ફૂલ વીણ, સખે!
          રચના: સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’
 
૩૭૮.    આષાઢી સાંજનાં અંબર ગાજે
          રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૭૯.    બુદ્ધનાં ચક્ષુ
          રચના: સુન્દરમ્
 
૩૮૦.    સપનાં લો કોઈ સપનાં
          રચના: ઉમાશંકર જોશી
 [મુખ્યપૃષ્ઠ]     [પાછળ]     [ટોચ]