[પાછળ] |
જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૬ના ફેરફાર તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ :કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. ૫૪૧. જે ઊગ્યું તે આથમે રચના: બુલાખીદાસ ૫૪૨. ઈશ્વર શું છે આ મરજી તારી? રચના: અજ્ઞાત ૫૪૩. હૃદયની આજ્ઞા એક ને ચરણનાં ચાલવાં બીજાં રચના: મહાકવિ નાનાલાલ ૫૪૪. ભૂતિયો મહેલ રચના: રમણલાલ પીતાંબરદાસ સોની ૫૪૫. આપણું સમૂહગીત રચના: રમેશ પારેખતા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૬ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. ૫૩૬. નાણું આપે નરભો રે વાવરજો છોગાળા રચના: નરભેરામ ૫૩૭. દમયંતી વિલાપ રચના: પ્રેમાનંદ ૫૩૮. અખાની આકરી વાણી રચના: અખો ૫૩૯. જૂનું ઘર સાફ કરતાં... રચના: સુશિલા ઝવેરી ૫૪૦. શી ખોટ? રચના: રામપ્રસાદ મોહનલાલ શુકલતા. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ :
’મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં વધુ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ઘણી બધી કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે. કુલ પૃષ્ઠ સંખ્યા ૯૦ થઈ છે.
કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.
કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.
ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે કુલ વધુ ૧૦ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ
ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે કુલ વધુ ૨૦ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ
છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.
કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.
‘ઉક્તિભંડાર’ વિભાગમાં કેટલાંક સુધારા-વધારા અને ઉમેરા કરવામાં આવ્યા છે. તેમાં સામેલ કરાયેલા રુઢિપ્રયોગ, કહેવત, ઉક્તિ અને વિશિષ્ટ શબ્દોની સંખ્યા હવે ૫,૧૦૦ સુધી પહોંચી ગઈ છે. જેમને આ વિભાગમાં જે કોઈ ભૂલ દેખાય તેની સત્વરે જાણ કરવા ખાસ વિનંતી છે જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી શકાય.
’મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં છેલ્લો ફેરફાર તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૫માં કરાયા પછી આજે તેમાં વધુ ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ઘણી બધી કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે.
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ
માવજીભાઈએ મનોમન કરેલા સંકલ્પ પ્રમાણેનો આ ૧૦મો અને છેલ્લો યુનિકોડ ફોન્ટ પ્રસ્તુત છે. આ ફોન્ટનું નામ નકામા ફોન્ટ છે અને તે તેના નામ પ્રમાણે ખરેખર નકામા છે. વાપરશો એટલે તમે જાતે જ કહેશો કે આવા તે કંઈ ફોન્ટ હોતા હશે? જે માણસના હસ્તાક્ષર ખરાબ હોય તે પોતાના હસ્તાક્ષરથી ફોન્ટ બનાવવા જાય તે કેવા ખરાબ ફોન્ટ બનાવે તેનો આ નમુનો છે. પણ જો તમારામાં હોંશ હોય તો તમે જાતે આ ખરાબ ફોન્ટને એક સુંદર, સરસ, આકર્ષક ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકશો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે એક સાદો કોરો કાગળ લઈ તેના પર સરસ મરોડદાર અક્ષરમાં ક્ક્કો-બારાખડી જાતે લખવા અથવા કોઈ કલાકાર પાસે લખાવડાવવા અને તે અક્ષરો સ્કેન કરી આ નકામા ફોન્ટમાં રહેલા ભંગાર અક્ષરોના સ્થાને મૂકી દેવાના એટલે એક હાઈ ક્લાસ, મનગમતા ગુજરાતી યુનિકોડ ફોન્ટ તૈયાર! આ કામ જરા પણ મુશ્કેલ નથી. છતાં તમારું આ કામ ક્યાંક અટકી પડે તો માવજીભાઈને રસ્તો પૂછજો. એ તમને પોતાનાથી આવડે તેટલું જરૂરી માર્ગદર્શન આપશે.
પ્રસ્તુત છે ગુજરાતી ભાષા માટે એવો પ્રથમ ફ્રી ફોન્ટ કે જેમાં યુનિકોડ ૯.૦ના ગુજરાતી લિપિ માટેના છેલ્લા ધારાધોરણ અનુસારની તમામ ૮૫ ગ્લિફ, પરંપરાગત રીતે વપરાતી મોટા ભાગની વૈકલ્પિક ગ્લિફ, મોટા ભાગના જોડાક્ષરો, વૈદિક પાઠને ગુજરાતીમાં મૂકવા માટે જરૂરી એવા ઉદત્ત, અનુદત્ત વગેરે સંકેતો, છંદશાસ્ત્રના લઘુ, ગુરૂ દર્શકચિહ્નો વગેરે સમાવી લેવાયા છે અને સાથે રોમન લિપિના alphabet, numbers, punctuation marks પણ છે. આ ફોન્ટ વાપરીને તેમાં ક્યાં ક્યાં ભૂલ કે અધુરપ છે તે જરૂર જણાવતા રહેશો.
અંગ્રેજીમાં બ્લેક અથવા હેવી ફોન્ટ ઢગલાબંધ મળે છે. હિન્દી-મરાઠીમાં થોડા-ઘણા તો છે પણ ગુજરાતી લિપિ માટે તેની ખોટ સાલે તેવી છે. આથી હેવી ફોન્ટ બનાવવાનો આ નવો પ્રયોગ કર્યો છે. આ ફોન્ટ વાપરીને તે કેવા લાગે છે તે જરૂર જણાવતા રહેશો.
અમદાવાદ યુનિકોડ, વડોદરા યુનિકોડ ફોન્ટ, રાજકોટ યુનિકોડ અને વિજયા યુનિકોડ ફોન્ટ એ ચાર ગુજરાતી-અંગ્રેજી દ્વિભાષી ફોન્ટ પછી હવે બહુભાષી ફોન્ટ બનાવવાનો ઉપક્રમ હાથ ધરાયો છે. આ ઉપક્રમ હેઠળ ભુજ યુનિકોડ બહુભાષી ફોન્ટ ઉપલબ્ધ બનાવાયા બાદ હવે પ્રસ્તુત છે ભાવનગર યુનિકોડ અને સુરત યુનિકોડ ફોન્ટ્સ. ભૂજ, ભાવનગર અને સુરત આ ત્રણે ય ફોન્ટની મદદથી ગુજરાતી-હિન્દી-મરાઠી અને અંગ્રેજી ચારે ય ભાષાના લખાણ સરળતાથી કંપોઝ કરી શકાશે. જો કે સુરત યુનિકોડ ફોન્ટ તો વડોદરા યુનિકોડની માફક માત્ર ડેકોરેટિવ હેડિંગ માટે જ કામમાં આવી શકે તેવો છે.
અમદાવાદ યુનિકોડ, વડોદરા યુનિકોડ ફોન્ટ, રાજકોટ યુનિકોડ અને વિજયા યુનિકોડ ફોન્ટ ઉપરાંત હવે એક નવો પ્રયોગ કર્યો છે -બહુભાષી ફોન્ટ બનાવવાનો. આજથી ભુજ યુનિકોડ નામનો નવો બહુભાષી ફોન્ટ બધા માટે ઉપલબ્ધ બનાવાયો છે. આ ફોન્ટની મદદથી ગુજરાતી-હિન્દી-મરાઠી અને અંગ્રેજી ચારે ય ભાષાના લખાણ સરળતાથી કંપોઝ કરી શકાશે.
અમદાવાદ યુનિકોડ અને વડોદરા યુનિકોડ ફોન્ટ ઉપરાંત રાજકોટ યુનિકોડ અને વિજયા યુનિકોડ ફોન્ટ બધા માટે ઉપલબ્ધ બનાવાઈ રહ્યા છે. આ ફોન્ટ વાપરી લખાણ કરતી વખતે જે ઉણપ અને ક્ષતિ દેખાય તેનો મોબાઈલના કેમેરાથી ફોટો પાડી મોકલી આપવાની સૌને વિનંતી છે.
ગુજરાતી લિપિ માટે યુનિકોડ ફોન્ટ બનાવવા એ મોટું અને ખોટું સાહસ છે એવી એક માન્યતા છે પણ આ ન તો મોટું કામ છે કે ન તો ખોટું કામ. આ તો એક કરવા જેવું કામ છે એટલે આજથી અમદાવાદ યુનિકોડ અને વડોદરા યુનિકોડ ફોન્ટ બધા માટે ઉપલબ્ધ બનાવાઈ રહ્યા છે. આ ફોન્ટ વાપરી લખાણ કરતી વખતે જે ઉણપ અને ક્ષતિ દેખાય તેનો મોબાઈલના કેમેરાથી ફોટો પાડી મોકલી આપવાની સૌને વિનંતી છે.
ગુજરાતી ભાષાના વિકાસક્રમ અને વ્યાકરણના વિષયમાં રસ ધરાવતા હોય તેમના માટે પૂરક અને વૈકલ્પિક માહિતી રજૂ કરતી પુસ્તિકા ‘વ્યાકરણ પરિચય’માં કેટલાક યોગ્ય ફેરફાર અને સુધારા વધારા કરવામાં આવ્યા છે અને ફોન્ટ તથા દેખાવમાં પણ સુધારો કરાયો છે.
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ
છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ પણ ઉમેરવામાં આવી છે.
છાયાચિત્ર વિભાગમાં ક્રમાંક ૨૧ ઉપર મૂકાયેલા મકરંદ દવેના સંક્ષિપ્ત દસ્તાવેજી બોલપટના સ્થાને અર્ધા કલાકથી વધુ લંબાઈનું બૃહદ દસ્તાવેજી બોલપટ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ પણ ઉમેરવામાં આવી છે.
અગાઉના ફેરફારની વિગત ૧. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર ૨. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર ૩. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર ૪. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર ૫. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર ૬. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર |
[પાછળ] [ટોચ] |