[પાછળ]
    ‘રમેશ’ ગુજરાતી વર્ચ્યુઅલ કી-બોર્ડ (માત્ર ઈન્ટરનેટ એક્સપ્લોરર માટે)
Keyboard Layout:
નીચેના બોક્સમાં જે લખાણ તમે ટાઈપ કરો તે કોપી, પેસ્ટ આજ્ઞા વડે અન્ય કોઈ પણ એપ્લિકેશનમાં જેમકે વર્ડ, એકસેલ વગેરે કે ગુજરાતી ઈ-મેલ મોકલવામાં વાપરી શકો છો.જીવતું જાગતું ‘રમેશ’ ગુજરાતી કી-બોર્ડ !


તમારા માટે જીવતું જાગતું ‘રમેશ’ કી-બોર્ડ અત્રે મોજુદ છે. આ સુવિધાનો ઉપયોગ માત્ર ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં શક્ય છે. અન્ય બ્રાઉઝરમાં તે બરાબર કામ કરી શકતું નથી.

તેને જુઓ, જાણો, સમજો, તપાસો અને તેના પર પેટ ભરીને પ્રેકટિસ કરો.

આ કી-બોર્ડનો તમે બે રીતે ઉપયોગ કરી શકો છો.

તમારું કર્સર કી-બોર્ડ પર રાખી તેની કોઈ પણ કી દબાવી શકો છો અને ખરી પ્રેકટિસ કરવી હોય તો તમારા કોમ્પ્યુટરના ખરેખરા કી-બોર્ડનો ઉપયોગ કરીને પણ તમે સ્ક્રીન પર ગુજરાતી અક્ષરો ઉપસાવી શકો છો. તે બન્ને રીતે કામ આપે છે. ટાઈપિંગની શરૂઆત કરતાં પહેલા સફેદ બોક્સમાં કર્સર ક્લીક કરીને તેમાં પોઈન્ટરને ઝબૂકતું કરવું રહે છે.

આ જીવતા જાગતા કી-બોર્ડને વાપરવા માટે કોઈ ચીજ ઈન્સ્ટોલ કરવી રહેતી નથી.

સફેદ બોક્સમાં જે કંઈ લખાણ ટાઈપ થાય તે અન્ય કોઈ પણ એપ્લિકેશનમાં વાપરી શકાય છે. બોક્સની ટોચે જમણી બાજુના ખૂણામાં ‘કોપી કરો’ બટન છે. કર્સર વડે તે બટન દબાવશો એટલે બોક્સમાંનું તમામ લખાણ કોપી થઈ જશે. તમે પેસ્ટ કમાન્ડ વડે વર્ડ, સ્પ્રેડ-શીટ, ડેટા-બેઈઝ, એચ.ટી.એમ.એલ. ફાઈલ વગેરે કોઈ પણ સ્થળે તેનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમારે કોઈને ગુજરાતીમાં ઈ-મેઈલ કરવો છે પણ તમારી પાસે ગુજરાતી લખાણ ટાઈપ કરવાની કોઈ સગવડ નથી. તમે તમારો સંદેશ સફેદ બોક્સમાં ટાઈપ કરી ‘કોપી કરો’નું બટન દબાવી તેની કોપી કરી શકશો અને તમારા યાહૂ, ગુગલ, હોટ મેલ કે અન્ય એકાઉન્ટને ઓપન કરી તેમાં તે પેસ્ટ કરી ગુજરાતી ઈ-મેઈલ મોકલાવી શકશો.

તમને એ ખ્યાલ હશે કે altgr ચાવી એ control અને alt ચાવીનું સંયોજન છે. આ વર્ચુઅલ કી-બોર્ડમાં altgr ચાવી સક્રીય નથી, એટલે તમારે control અને alt દબાવીને કામ લેવું રહેશે. એટલે કે તમારે આશ્ચર્યચિહ્ન છાપવું હોય તો રાબેતા મુજબની જમણા હાથ તરફની alt કી દબાવીને 1 દબાવવા બદલે control અને alt બન્ને દબાવીને 1 ચાવી પ્રેસ કરવી રહે છે.

બીજી એક નાનકડી ખામી એકલ દંડ એટલે કે ‘।’ ચિહ્ન અને બેવડા દંડ એટલે કે ‘॥’ ચિહ્નની છે. કી-બોર્ડ જોશો એ બન્ને કી પર ‘।’ કે ‘॥’ નિશાનીના બદલે નાનકડો ચોરસ દોરાયેલો દેખાશે. આ બન્ને કી પ્રેસ કરીએ ત્યારે પણ બોક્સમાં નાનકડો ચોરસ જ છપાશે પણ તેની બાજુમાં જેવો કોઈ બીજો અક્ષર ટાઈપ કરશું એટલે તે ચોરસની નિશાની ‘।’ અથવા‘॥’ના મૂળ રૂપમાં આવી જશે. આ સિવાય તમામ કી બરાબર કામ આપે છે.

આ વર્ચ્યુઅલ કી-બોર્ડ વાપરવા માટે તમારે દર વખતે માવજીભાઈની વેબ સાઈટ પર આવવાની જરૂર નથી.

તમે આ વેબ પેજને તમારી હાર્ડ ડીસ્ક પર સેવ કરી શકો છો. આ માટે તમારે તમારા બ્રાઉઝરનું ફાઈલ મેનૂ ઓપન કરી save as કમાન્ડનો ઉપયોગ કરવો પડશે.

એક વખત આ વેબ પેજ તમારા કોમ્પ્યુટર પર સેવ થઈ જાય પછી તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

‘રમેશ’ કી-બોર્ડ એ કોઈ નવું કી-બોર્ડ નથી. ભારત સરકારની સૂચના પ્રમાણે આઈ.આઈ.ટી, કાનપુરમાં ૧૯૮૩માં પહેલી વખત DOE દેવનાગરી કી-બોર્ડ બનાવવામાં આવ્યું હતું અને તે કી-બોર્ડને ૧૯૮૬ના વર્ષથી ગુજરાતી સહિત તમામ ભારતીય ભાષાઓના Inscript કી-બોર્ડ તરીકે અપનાવવામાં આવ્યું છે. આમાં તામિલ, તેલુગુ, મલાયલમ અને કન્નડ ભાષાનો પણ સમાવેશ થઈ જાય છે. ભારતભરમાં દરેક ભાષામાં લાખો લોકો આ કી-બોર્ડ વાપરે છે. અન્ય ભારતીય ભાષાઓમાં હાલ શું પ્રગતિ થાય છે તેના જીવંત સંપર્કમાં આપણે રહેતા નથી એટલે આપણને આ કી-બોર્ડ અજાણ્યું લાગે છે.

૨૦૦૩ની સાલથી જ્યારે માઈક્રોસોફ્ટે વિન્ડોઝમાં ગુજરાતી સહિત તમામ ભારતીય ભાષા વાપરી શકાય તેવી સગવડ ઉમેરી ત્યારે તેણે પણ તમામ ભારતીય ભાષાઓ માટે તે જ કી-બોર્ડ અપનાવ્યું છે. આ કી-બોર્ડના કોઈ પણ કી-સ્ટ્રોકમાં કોઈ ફેરફાર કર્યા વિના માવજીભાઈએ માત્ર અંગ્રેજી આંકડા દૂર કર્યા છે અને પ્રશ્ન ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન, છગડીયા કૌંસ જેવી વધારાની ૩૦ જેટલી નિશાની છાપી શકાય તેવી સગવડ ઉમેરી છે અને તે કી-બોર્ડને આપણા સૌના પ્રિય કવિ રમેશનું નામ આપ્યું છે.

નોંધઃ માવજીભાઈને જાવા ભાષા આવડતી નથી. આ તો ઈન્ટરનેટ પર રઝળપાટ દરમિયાન એક વેબ સાઈટ પરથી ગુજરાતી કી-બોર્ડનો રેડી-મેડ જાવા કોડ હાથ લાગી ગયો તો માવજીભાઈએ અત્રે તેનો ‘સદુપયોગ’ કર્યો છે. કહેવત છે ને કે ‘નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા પાણી !’

[પાછળ]      [ટોચ]